રાજ્યની મેડીકલ કોલેજની ફી વધારાનો NSUI દ્વારા મોરબીમાં વિરોધ કરાયો, ભાજપ હાય હાયના નારા લગાવ્યા, નકલી ચણલી નોટો ઉડાડી - Morbi News

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 4:31 PM IST

thumbnail
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

મોરબીઃ  મેડીકલ કોલેજમાં કરવામાં આવેલ ધરખમ ફી વધારાનો ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.  મોરબી ખાતે NSUI કાર્યકરોએ મેડીકલ કોલેજે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ભાજપ હાય હાયની નારેબાજી કરાઈ હતી અને નકલી ચલણી નોટો ઉડાડવવામાં આવી હતી. NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની ઉપસ્થિતિમાં આજે મોરબી મેડીકલ કોલેજ ખાતે NSUI કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કોલેજ પ્રશાસનને મૌખિક રજૂઆત કરી ફી વાધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી હતી.  નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, આ જે ફી વધારો છે તેનાથી વિધાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું ચકનાચૂર થયું છે. જેને લઈને સમગ્ર ગુજરાતભરમાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજ પ્રશાસનને મૌખિક રજૂઆત કરી ફી વાધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.