મધ્ય ભારત પર સ્થિર ચોમાસુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લાવી શકે છે વરસાદ - WEATHER RAIN FORECAST - WEATHER RAIN FORECAST
🎬 Watch Now: Feature Video
Published : Jul 16, 2024, 3:12 PM IST
જૂનાગઢ: ચોમાસાના વરસાદને લઈને વધુ એક વખત હવામાન વિભાગે વરસાદની શક્યતાને લઈને અનુમાન વ્યક્ત કર્યો છે. મધ્ય જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર અને મોટા ભાગના વિસ્તારોમાં 50 ટકા સરેરાશ વરસાદ થયું છે. ચોમાસુ મધ્ય ભારત પર સ્થિર થયેલું જોવા મળે છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 19 અને 20 તારીખ સુધીમાં હળવો મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ભારત પર હાલ ચોમાસું સ્થિર થયેલું જોવા મળે છે જેને કારણે મધ્ય ભારતના રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેની અસર નીચે હવે સૌરાષ્ટ્રમાં પણ આગામી 20 તારીખ સુધીમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.