Dahod: દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન લોન્ચ - વિકસિત ભારત સંકલ્પ પત્ર
🎬 Watch Now: Feature Video
Published : Mar 7, 2024, 9:09 AM IST
દાહોદ: વિકસિત ભારત- સંકલ્પ પત્ર - 2024 : " મોદી કી ગેરંટી" અભિયાન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ વાર્તા યોજાઈ હતી. કેબિનેટ મંત્રી કુબેર ભાઈ ડિંડોડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર ઉપસ્થિત રહ્યા હતા. સતા પક્ષ દ્વારા દાહોદ જિલ્લામાં લોકસભાનાં ઉમેદવાર જસવંત સિંહ ભાભોર જાહેર કરાયા બાદ વિકસિત ભારત મોદીની ગેરંટી સાથે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત નાગરિકો પાસેથી સુચનો મંગાવવામાં આવશે. નાગરિકો ૯૦૯૦૯૦૨૦૨૪ નંબર જાહેર કરાયો છે. જેના પર સુચનો આપી શકાશે. લોકસભાની ચૂંટણીના આરે એક બાજુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ જિલ્લામાંથી પસાર થઈ રહી છે ત્યારે બીજેપી દ્વારા દાહોદ જિલ્લામાં વિકસિત ભારત મોદીને ગેરન્ટી વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.