અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનમાં આગ ભભૂકી, સુરક્ષા દળોએ ઉમદા કામગીરી દાખવી દુર્ઘટના ટાળી - SVPIA Mock drill - SVPIA MOCK DRILL
🎬 Watch Now: Feature Video
Published : Jun 19, 2024, 6:30 PM IST
અમદાવાદ : આજે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાનમાં અચાનક આગ લાગી હતી. જોકે, ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. હકીકતમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. સવારે 11:30 AM થી 1:30 PM સુધી ચાલેલી આ કવાયતનો હેતુ કટોકટીની સ્થિતિમાં વિવિધ એજન્સીઓ તરફથી ઝડપી અને કાર્યક્ષમ પ્રતિસાદની ખાતરી કરવાનો હતો. આ મોકડ્રીલમાં શહેર પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF, CISF, એરલાઇન, હોસ્પિટલ અને રેડક્રોસ અને અન્ય કેન્દ્ર સરકારની એજન્સીના કર્મચારીઓ સહિત 800થી વધુ સહભાગી થયા હતા. નિયમિત એરપોર્ટ કામગીરીમાં ખલેલ પહોંચાડ્યા વિના અથવા મુસાફરો અથવા સ્થાનિક રહેવાસીઓને અસુવિધા પહોંચાડ્યા વિના હાથ ધરવામાં આવેલ આ મોકડ્રીલમાં એરપોર્ટના ઇમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ્સ અને સહભાગી એજન્સીઓની તેમની સાથેની પરિચિતતાનું સફળતાપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.