Mehsana intoxicating syrup : મહેસાણામાં શંકાસ્પદ સીરપ સાથે એક શખ્સ ઝડપાયો, SOGએ 15 જેટલી બોટલ જપ્ત કરી - Mehsana intoxicating syrup
🎬 Watch Now: Feature Video
Published : Mar 18, 2024, 4:08 PM IST
મહેસાણા : મહેસાણા SOG પોલીસે શંકાસ્પદ નશાકારક સિરપની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ પાસેથી કફ સિરપની 15 જેટલી બોટલ જપ્ત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નશાકારક સિરપની હેરાફેરી : મહેસાણામાં આજે શંકાસ્પદ નશાકારક સિરપ સાથે એક શખ્સને SOG પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સ એક્ટિવામાં કફ સિરપની બોટલ હેરાફેરી કરતો ઝડપાયો છે. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા મારુતિ નંદન ફ્લેટમાં રહેતા મોદી ધર્મેશ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી કોઈ પણ માર્ક કે સ્ટીકર વગરની કફ સિરપની 15 બોટલ જપ્ત કરવામાં આવી છે.
ક્યાંથી આવી બોટલ : પોલીસ તપાસમાં આરોપી આ બોટલ પાટણના ચાણસ્મામાં સ્થિત ગણેશ મેડિકલ ચલાવતા હાર્દિક પટેલ પાસેથી લાવતો હોવાનું ખુલ્યું છે. આ બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી છે. મહેસાણા SOG પોલીસ PI વી. આર. વાણીયાની ટીમે કાર્યવાહી કરી આગળની તપાસ શરૂ કરી છે.