માંગરોળમાં ભૂખી નદીનું રુદ્ર સ્વરૂપ : નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા, SDRF ટીમે 22 લોકોને રેસ્ક્યુ કર્યા - Surat Rainfall Update - SURAT RAINFALL UPDATE
🎬 Watch Now: Feature Video
Published : Jul 24, 2024, 1:39 PM IST
સુરત : ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત જિલ્લા વહીવટી તંત્ર સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. આ વચ્ચે માંગરોળ તાલુકાના વાંકલ ગામની ભૂખી નદીએ રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના પાણી ગામમાં ઘુસી ગયા છે. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકો ફસાયા હતા. આ અંગે માહિતી મળતા SDRF ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. SDRF ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી 22 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તમામ લોકોને સહી સલામત સ્થળે ખસેડાયા છે. માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા સહિતના આગેવાનો પણ લોકોની મદદે દોડી ગયા હતા. અસરગ્રસ્ત લોકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.