ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન, ભાજપ પર કર્યા આકરા વાકપ્રહાર - Loksabha Election 2024
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ આજે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદના પ્રવાસે છે. આજના મુકુલ વાસનિકના કાર્યક્રમોમાં વોરરુમનું ઉદ્દઘાટન, પ્રદેશ નેતાઓ સાથે બેઠક વગેરેનો સમાવેશ થાય છે. મુકુલ વાસનિકે કોંગ્રેસનું ન્યાયપત્રના નામે રજૂ કર્યુ હતું. જેમાં કોંગ્રેસ પક્ષે જનતાને વિવિધ વચનો આપ્યા છે. યુવાનો , મહિલા , શ્રમિક , ખેડૂત અને સામાજિક અને આર્થિક લોકોને ન્યાય, શિક્ષિત યુવા નોને સ્ટાઈપન્ડ, સ્વામિનાથન કમિટીની ભલામણનું અમલીકરણ, રોજગાર, ખાલી પડેલ સરકારી જગ્યાઓ પર ભરતી, દરેક જિલ્લામાં સ્ટાર્ટઅપ, ગરીબ પરિવાર મહિલાને વર્ષમાં 1 લાખની મદદ આપવામાં આવશે. મુકુલ વાસનિકે આ પ્રસંગે ભાજપની નીતિઓ અને તેની કામગીરી પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, તમામ જિલ્લાઓમાં અમે જઈ રહ્યા છે. બીજેપી પરથી જનતાને વિશ્વાસ ઉઠી ગયો છે. ભાજપને ખુદ તેના પર ભરોસો નથી એટલે બીજી પાર્ટી માંથી લોકોને પોતાના પક્ષમાં સામેલ કરે છે. બીજેપીના અનેક નેતાઓ ગેરજવાબદાર ભાષણો કરે છે. તેનો હિસાબ જનતા આ લોકસભા ચૂંટણીમાં કરશે. મહિલાઓ સાથે ભાજપે દગો કર્યો છે. 11 હજારથી વધુ ખેડૂતોએ ભાજપરાજમાં આત્મહત્યા કરી છે. ભાજપે 10 વર્ષ નફરત ફેલાવાનું કામ કર્યુ છે. આ દેશનું સંવિધાન ખતમ કરવામાં માટે ભાજપ કામ કરી રહી છે.