મહેસાણા: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યકર્મો હાથ ધરાશે. સ્વિપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મહિલા મતદાનની ભાગીદારી વધે તેવા પ્રયાસો કરાશે. વિવિધ એપ્લિકેશન દ્વારા યુવા, ગ્રામ્ય તેમજ મહિલા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગી ગયું છે.
'મત આપશે મહેસાણા' ઝુંબેશ: લોકસભા ચૂંટણીમાં 'મત આપશે મહેસાણા' ઝુંબેશને મહેસાણા વહીવટી તંત્ર હવે વેગવંતી બનાવશે. ચૂંટણી સંબંધિત આઈસીટી એપ્લિકેશન સીવીજીલ, વોટર હેલ્પલાઇન, સક્ષમ અને નો યોર કેન્ડિડેટથી મતદારો વાકેફ થાય તેવા પ્રયત્ન કરવામાં આવનાર છે. સોશિયલ મીડિયા, ઈલેક્ટ્રોનિક અને જાહેર માધ્યમો દ્વારા મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરશે.
મતદાન જાગૃતિ માટે વિવિધ આયોજનોઃ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનર્સ લગાડવામાં આવશે. આ બેનર્સ પર 'દસ મિનિટ દેશ માટે', 'વોટ ફોર સ્યોર', 'ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ' જેવાં વિવિધ સૂત્રોથી મતદારોમાં જાગૃતિ ફેલાવામાં આવશે. વિવિધ કચેરીઓને હ્યુમન ચેન બનાવવા તેમજ સાયકલોથોન અને વોકથોન પણ યોજાશે. સામાન્ય નાગરિકની આચારસંહિતા ભંગની ફરિયાદનું 100 મિનીટમાં નિરાકરણ, વોટર હેલ્પ લાઈન દ્વારા મતદાર યાદીમાં નામ સહિતની જાણકારી, દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ અને ઉમેદવારોને જાણવા માટે નો યોર કેડિડેટ સહિતની એપ્લિકેશનની માહિતી વોટર્સને પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં હોર્ડિગ્સ, બેનર, ક્યુઆર કોડ, સેલ્ફી પોઈન્ટ, સહિ ઝુંબેશ સહિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયત્નો કરાશે.
આ વર્ષની ચૂંટણીમાં જિલ્લાની મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે, મહિલા મતદારોમાં જાગૃતિ આવે તેવા અમે પ્રયત્નો કરવાના છીએ. અમે રાત્રિ સભા પણ યોજીશું. અમારા 25થી 26 વિભાગો અમને મતદાન જાગૃતિ અભિયાનોમાં મદદ કરવાના છે... ડૉ. હસરત જાસ્મીન (જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા)
- Election Boycott : પાટણમાં સાગોટાની શેરીના રહિશોએ કર્યો ચૂંટણી બહિષ્કાર, કારણ માત્ર એક અધૂરી માંગ...
- Lok Sabha Election 2024 : તાપી જિલ્લામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, વ્યારામાં કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન