અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો કરશે મતદાન, કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ સજ્જ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 5, 2024, 3:44 PM IST
અમદાવાદઃ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ યોજાય તે માટે વહીવટી તંત્રએ કમર કસી છે. મતદાન સુચારુ રીતે કરી શકાય તે માટે પ્રાથમિકથી લઈ ખાસ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ ડેપ્યુટી કલેકટર રિદ્ધિ શુકલાએ આ માહિતી આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પૂરી પાડી હતી. રિદ્ધિ શુકલાએ જણાવ્યું હતું કે, બુથ પર પોલીસના બંદોબસ્ત સાથે ટ્રાફિક નિયમન વ્યવસ્થા પણ રખાશે. ચૂંટણીલક્ષી સ્ટેશનરી, EVM, વીવીપેટ આવતીકાલે ડિસ્પેચ કરી દેવામાં આવશે. ચૂંટણી અધિકારીઓ સ્ટ્રોંગ રૂમ સ્થળે હાજર રહેશે. મતદાન માટે કેટલાક વિશેષ બુથની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આજ સાંજથી આચારસાહિતા લાગુ થશે અને પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આજે સાંજે 6 કલાક બાદ શહેરમાં લાગેલા ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે. આ સાથે રેલી અને સભા ઉપર પણ પ્રતિબંધ લગાડી દેવાશે. અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો છે. જેમાં મહિલા મતદાર 29,05,622 છે. કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.