કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસના નિતેશ લાલણે જનતાનો ચુકાદો શિરોમાન્ય રાખીને હાર સ્વીકારી - Lok Sabha Election Results 2024 - LOK SABHA ELECTION RESULTS 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 7:41 PM IST
કચ્છ: આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઈ ગયા છે. કચ્છ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે હાર સ્વીકારી હતી. તેમણે જનતાનો ચુકાદો શિરોમાન્ય રાખ્યો હતો. તેમજ ભાજપના ઉમેદવારે 5 લાખની લીડના કરેલ દાવા સામે સારી ટક્કર આપી હોવાની વાત કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે 3.89 લાખ જેટલા મતો મેળવ્યા હતા. ગામેગામ જનતાએ ખુબ સાથ સહકાર આપ્યા હોવાની વાત પણ કોંગ્રેસ ઉમેદવારે કરી હતી. નિતેશ લાલણે જણાવ્યું હતું કે, માત્ર 31 વર્ષની ઉંમરે કોંગ્રેસ પક્ષ દ્વારા યુવા ઉમેદવાર પર સૌથી મોટી લોકસભા બેઠકની જવાબદારી સોંપી હતી. આ તો હજી લડતની શરૂઆત છે આગામી સમયમાં વધુ જુસ્સા અને વધુ મહેનતથી કોંગ્રેસ પક્ષ લડશે.