કેન્દ્રમાં બનશે ઇન્ડિયા ગઠબંધનની સરકાર, ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલનો આશાવાદ - lok sabha election result 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 9:25 AM IST
ગાંઘીનગર: લોકસભાની ચૂંટણીના પરિણામોની મતગણતરી આજે શરુ થઇ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી છે. ગાંધીનગર સીટ એ હાઇ પ્રોફાઇલ સીટોમાંની એક ગણાય છે.ત્યારે ગાંધીનગર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે જણાવ્યું કે,કેંદ્રમાં કોંગ્રેસ અને સાથી પક્ષોની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત ગુજરાતમાં પણ કોંગ્રેસ સારા પરિણામો મેળવશે અને ભાજપ દ્વારા 10 લાખ મતોથી જીત્યુ છે તેના દાવાઓની ચૂંટણીપંચ સામે ફરિયાદ કરી છે.
ભાજપના દાવા ખોટા સાબિત થશે
ભાજપના દાવાઓ ખોટા સાબિત થવાના છે. તેમને વિપક્ષમાં બેસવાનો વારો આવવાનો છે,સ્ટ્રોંગ વિપક્ષો બનવાનો તેમને મોકો આપશું. ગાંધીનગરની સીટ ઘણી મોટી છે.અહી શહેરી વિસ્તારોમાં બધી સુવિધા હોય છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓની સગવડ નથી હોતી, તે સમસ્યાઓને દૂર કરીશું.ગરીબ લોકોના બાળકોને શિક્ષણની સમસ્યાનું સમાધાન કરીશું, આ ઉપરાંત ખાનગીકરણના લીઘે નોકરીઓ નથી મળતી એ દિશામાં કામ કરીશું તેવું જણાવ્યું હતું હવે જોવાનું એ છે કે, ગાંધીનગરની હાઇ પ્રોફાઇલ સીટ પર કોન જીતે છે કોણ હારે છે તે હવે મતગણતરી બાદ જ જાણવા મળશે.