લોકસભા ચૂંટણી 2024 જનાદેશ: દીવ દમણ બેઠક પર આજે ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે ત્રિપાંખીય જંગ - lok sabha election result 2024 - LOK SABHA ELECTION RESULT 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 9:23 AM IST
દમણ: લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું 7મી મેં એ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. જેની આજ રોજ 4 જૂને મતગણતરી હાથ ધરાઈ છે. સંઘપ્રદેશ દમણ દિવની 1 લોકસભા બેઠક પર થયેલ મતદાનની મતગણતરી દમણની TTI કોલેજ ખાતે હાથ ધરાઈ છે. સવારે 8 વાગ્યા પહેલા જ તમામ સ્ટાફ અને જે તે પક્ષના એજન્ટોને મતગણતરી કક્ષમાં પ્રવેશ અપાયો હતો. આ તબક્કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દમણ દીવ બેઠક પર કુલ 68.77 ટકા મતદાન નોંધાયું હતું.
આ બેઠક પર અપક્ષ-ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીય જંગ શરુ થઈ ગઈ છે. જેનું આજે પરિણામ આવવાનું છે. આ પરિણામમાં ભાજપના ઉમેદવારને અપક્ષ ઉમેદવાર ટક્કર આપશે તેવું અનુમાન છે. અને જો ભાજપના ઉમેદવાર જીતશે. તો પણ તેના માટે કોઈ મોટી લીડ મળવાની નથી.
દમણની TTI ખાતે મતગણતરી કરવામાં આવી રહ્યું છે. આ લોકસભા ચૂંટણીમાં કુલ 5 ઉમેદવારો મેદાનમાં છે. દમણ દિવ લોકસભા બેઠક પર કુલ 1,34,201 મતદારો પૈકી 92,279 મતદારોએ મતદાન કરતા કુલ 68.77 ટકા મતદાન નોંધાયું છે.
દમણ-દિવ લોકસભા બેઠક પર વર્ષ 2024ની સામાન્ય લોકસભા ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં કેતન ડાહ્યાભાઈ પટેલ જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર છે. જેમનું નિશાન પંજો છે. પટેલ લાલુભાઈ બાબુભાઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. જેમનું નિશાન કમળ છે. પટેલ ઉમેશભાઈ બાબુભાઇ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન પ્રેશર કુકર છે. પટેલ ઉમેશકુમાર ઉત્તમભાઈ નવસર્જન પાર્ટીના ઉમેદવાર છે. જેમનું નિશાન વહાણ છે. પટેલ ઉમેશભાઈ બાબુભાઇ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન બેટરી ટોર્ચ છે. મુલ્લા મોહમ્મદ ઈંદ્રિસ ગુલામ રસુલ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન બેટ છે. શકીલ લતીફ ખાન અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન ઓટો રીક્ષા છે. આ તમામનું ભાવિ હાલ EVM માં સીલ થયું છે.