કચ્છના મુન્દ્રામાં ક્ષત્રિય સમાજનું સંમેલન, કોંગ્રેસના ઉમેદવારને રાખડી બાંધી ક્ષત્રિય મહિલાઓ સમર્થન જાહેર કર્યું - lok Sabha election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 21, 2024, 10:39 PM IST
ભૂજ: કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજની મહિલાઓ અંગેની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રાજપૂત સમાજમાં હજી પણ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે કચ્છના મુન્દ્રામા ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં કરણીસેનાના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામા જોડાયા હતા. રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની જે ક્ષત્રિય સમાજના લોકોની માંગણી હતી તે પૂર્ણ ન થતા હવે ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની વાત તેમજ પરિણામ બતાવવાની વાત રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ક્ષત્રિય સમાજની મહિલાઓ કોંગ્રેસના ઉમેદવારોને ટેકો આપી રહી છે અને તેમને સમર્થન આપી રહી છે. ત્યારે કચ્છ લોકસભા બેઠક પર પણ અવાર-નવાર ભાજપના ચૂંટણી અંગેનાં પ્રચાર પ્રસાર દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો પ્રવેશબંધી તેમજ ચૂંટણી બહિષ્કાર સહિતના બેનરો પણ રાજપૂત સમાજની વસ્તી ધરાવતા ગામોમાં જોવા મળ્યા છે, ત્યારે બીજા રાજકીય પક્ષના મજબૂત ઉમેદવારને રાજપૂતો સમર્થન આપશે અને તેમની તરફેણમાં મતદાન કરાવશે તેવી વાત કરવામાં આવી છે. એટલું જ નહીં ક્ષત્રિય સમાજની મહિલાઓએ કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણને રાખડી બાંધી સમર્થન પણ આપ્યુ હતું અને ભાજપ વિરોધી સુત્રોચ્ચાર પણ કર્યા હતા.