નડીયાદ ખાતે પૂર્વ સાંસદ દિનશા પટેલે મતદાન કર્યુ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી - Lok Sabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 7:42 PM IST

thumbnail
નડીયાદ ખાતે પૂર્વ સાંસદ દિનશા પટેલે મતદાન કર્યુ (etv bharat gujrat)

નડીયાદ: લોકસભા ઈલેક્શન 2024ના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતમાં 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હતું. આજે યોજાઈ રહેલા લોકસભા ચૂંટણીના મતદાનમાં ખેડા લોકસભાના કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલે મતદાન કર્યુ હતું. દિનશા પટેલે નડીયાદ ખાતે નંબર એક નગર પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ હતું. પૂર્વ સાંસદ દિનશા પટેલે લોકશાહી પ્રક્રિયામાં વધુ પ્રમાણમાં મતદાન થાય તો સાચું પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય તેમ જણાવી તેમણે વધુ ને વધુ મતદાન કરવા યુવા તેમજ મહિલા સહિતના તમામ મતદારોને અપીલ કરી હતી. આ વખતે ખેડા લોકસભા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના કાળુંસિંહ ડાભી વચ્ચે આ વખતે ઉમેદવાર છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.