અમદાવાદમાં 4132 પોલિંગ બુથ પર મતદારો કરશે મતદાન, અમદાવાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થાની કરી ખાતરી - lok sabha election 2024
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: 7 મેના રોજ ત્રીજા તબક્કાની ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ કમિશનર ઓફિસ ખાતે DCP કોમલ વ્યાસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં DCPએ જણાવ્યુ કે, અમદાવાદમાં 4132 પોલિંગ બુથ સિટીમાં આવેલા છે અને 1168 બિલ્ડિંગમાં બુથનો સમાવેશ થયેલો છે. આ કુલ બુથમાંથી 931 બુથ સંવેદનશીલ છે જ્યારે 3201 નોર્મલ પોલિંગ બુથ છે. ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, તથા ખેડાની કાયદા વ્યવસ્થા અમદાવાદથી સંભાળવામાં આવે છે.
DCPએ 7 બુથની વિઝીટ જાતે કરી છે અને તમામ બંદોબસ્તની સમીક્ષા કરી છે. ચૂંટણી દરમિયાન અમદાવાદમાં એક સ્ટ્રોંગ રૂમ તથા ત્રણ ડેટા સેન્ટર ગોઠવવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદમાં 68 નાકા પોઇન્ટ પર પોલીસની કામગીરી ચાલુ છે. 68 નાકા પોઇન્ટ અને મહત્વના સ્થળ પોલીસ ગોઠવી છે.આ સાથે ત્રણ પેરોલ આરોપીઓને જંકશન પર પકડવામાં આવ્યા છે. પોલીસ સાથે અહીં BSF, CISF, ITBP, અન્ય રાજ્યોની હથિયારી પોલીસ, મહિલા બટાલિયન અને પુરુષ બટાલિયન પણ ચૂંટણી દરમિયાન બંદોબસ્તમાં રહેશે.