સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો રોષે ભરાયા, લોકોએ હાઇવે ચક્કાજામ કર્યો - traffic jam on mahesana highway
Published : Aug 1, 2024, 4:35 PM IST
મહેસાણા: મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલી સોસાયટીઓમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો નિકાલ કરવા ચક્કાજામ કરી દેવાયું હતું. મહેસાણા શહેરના રાધનપુર રોડ સહજ એમ્પાયરના લોકો રોષે ભરાયાં હતાં. જ્યાં 20 જેટલી સોસાયટીઓના લોકો રોડ પર ઉતરી ચક્કાજામ કરી દીધું હતું. જ્યાં એક કલાકથી વધુ સમય માટે લોકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. પાંચોટ ગ્રામ પંચાયત હદમાં બનેલી સોસાયટીમાં હેરાનગતીની આ સમસ્યા આજની નહિ પણ છેલ્લા ઘણા વર્ષોથી છે. અહી ભુગર્ભ ગટર વ્યવસ્થા નહીં હોવાને કારણે લોકો પરેશાન છે. ત્યારે પાણીનો નિકાલ નહીં થતા સોસાયટી વિસ્તારમાં જવાના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ રહે છે. જ્યાં વર્ષોથી પાણી નિકાલનો પ્રશ્ન હલ થતો જ નથી. ચક્કાજામ થતા પાંચોટ સરપંચ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પાંચોટ સરપંચ લલિત પટેલને પણ લોકોએ ઘેરીને રોષ ઠાલવ્યો હતો. સરપંચ લલિત પટેલની નિવેદન કર્યું હતું કે, હું કૃષ્ણ ભગવાન નથી તો ગોવર્ધનથી વરસાદ રોકી શકું. ત્યારે ચક્કા જામ દૂર કરવા સ્થળ પર ટ્રાફિક હતવવા પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.