જગન્નાથજીની રથયાત્રા LIVE, જય જગન્નાથ, અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા જગન્નાથ - LIVE RATH YATRA OF LORD JAGANNATH - LIVE RATH YATRA OF LORD JAGANNATH
🎬 Watch Now: Feature Video
Published : Jul 7, 2024, 7:32 PM IST
|Updated : Jul 7, 2024, 10:24 PM IST
અમદાવાદ: આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી રહી છે. આજે સવારે નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી. મંદિરમાં જય રણછોડ, માખણ ચોરનો નાદ ગુંજી રહ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પરમ પુનિત, સાંસ્કૃતિક એવં ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને "પહિંદ" કહેવામાં આવે છે તે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા જગન્નાથ મંદિર ખાતે સવારે મંગળા આરતી કરવામાં આવી હતી.
Last Updated : Jul 7, 2024, 10:24 PM IST