"બેફામ વાહનચાલકોની ખેર નથી" જોખમી સવારી કરાવી તો લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે - Risky ride - RISKY RIDE
🎬 Watch Now: Feature Video
Published : Aug 3, 2024, 10:25 PM IST
રાજકોટ : બેફામ વાહનચાલકોનો જનતાના જીવ જોખમે મૂકી રહ્યા છે. રાજકોટમાં બેડી ગામ નજીકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક રીક્ષાચાલક વધુ વિદ્યાર્થીઓને બેસાડીને નિશાળે મુકવા જતો હતો. જેમાં વિદ્યાર્થીઓને જીવનું જોખમ હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા RTO વિભાગ હરકતમાં આવ્યું હતું. આ વીડિયોના આધારે રીક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં રીક્ષા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. RTO અધિકારી કે. એમ. ખપડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરટીઓ વિભાગે રિક્ષા ડિટેઇન કરી હતી, સાથે સાથે જે રીક્ષા ચાલકે આ બેદરકારી દાખવી હતી તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. સાથે જ કહ્યું કે, આવી જોખમી સવારી કરાવી તો લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.