ખેતરના શેઢે અધધ ચોરેલા પાકીટનો જથ્થો મળ્યો, અનેક લોકોના સરકારી ડોક્યુમેન્ટ રઝળતા રહ્યા - Stolen wallet bunch - STOLEN WALLET BUNCH
🎬 Watch Now: Feature Video
Published : Jun 25, 2024, 6:35 PM IST
નર્મદા : રાજપીપળા જકાતનાકાથી થોડે આગળ કેનાલ પાસે ખેતરના શેઢે જરૂરી ડોક્યુમેન્ટ સહિત પાકીટ અને ફોટાનો જથ્થો મળી આવ્યો હતો. ખેતી કામ કરવા ગયેલા ખેતરના માલિકની નજર જંગલ ઝાડીમાં અલગ અલગ લોકોના આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ સહિત પાસપોર્ટ સાઇઝના ફોટા સહિત પાકીટના જથ્થા પર પડી હતી. આ અંગે ખેડૂતે પોલીસને જાણ કરતા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને પાકીટ સહિત ડોક્યુમેન્ટ કબ્જે લીધા હતા. પ્રાથમિક તપાસના આધારે એવું માનવામાં આવે છે કે, કોઈ ચોરે વિવિધ જગ્યા પરથી પાકીટ ચોરી કર્યા બાદ ડોક્યુમેન્ટ સહિતનો નકામો સામાન ખેતરના શેઢે અવાવરું જગ્યાએ ફેંકી દીધો હશે. પરંતુ વરસતા વરસાદમાં ડોક્યુમેન્ટ સહિતનો સામાન પલળીને ખરાબ થઈ જાય તે પહેલાં પોલીસે તમામ સામાન કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી.