કચ્છ જિલ્લાનું સામાન્ય પ્રવાહ 94.23 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 84.32 ટકા પરિણામ - Kutch district board exam result - KUTCH DISTRICT BOARD EXAM RESULT
🎬 Watch Now: Feature Video
Published : May 9, 2024, 3:02 PM IST
કચ્છ: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનો પરિણામ જાહેર થયું હતું.જેમાં કચ્છ જીલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 84.32 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું 94.23 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
કચ્છ જીલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિકારીના ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,કચ્છ જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1312 જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા જે પૈકી 1307 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.રાજ્યનું વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા પરિણામ રહ્યું છે જેમાં કચ્છનું 84.32 ટકા પરિણામ આવ્યુ છે.રાજ્યમાં કચ્છ જીલ્લાનું વિજ્ઞાન પ્રવાહમાં 15મો ક્રમાંક આવ્યો છે.
A1: 21
A2: 110
B1: 243
B2: 275
C1: 240
C2: 196
D: 17
NI: 210
કચ્છ જીલ્લામાં કેન્દ્રવાર પરિણામ:
ભુજ: 83.47 ટકા
ગાંધીધામ: 85.19 ટકા
માંડવી: 89.05 ટકા
અંજાર: 79.17 ટકા
કચ્છ જીલ્લામાં સામાન્ય પ્રવાહમાં 10390 જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા જે પૈકી 10362 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.રાજ્યનું સામાન્ય પ્રવાહમાં 91.93 ટકા પરિણામ જાહેર થયું હતું જ્યારે કચ્છ જીલ્લાનું 94.23 ટકા પરિણામ જાહેર થયું છે. રાજયમાં કચ્છ જીલ્લાનું સામાન્ય પ્રવાહમાં 13મો ક્રમાંક આવ્યો છે.
A1: 136
A2: 1344
B1: 2487
B2: 2787
C1: 2147
C2: 799
D: 60
NI: 630
ભુજ: 95.23 ટકા
ગાંધીધામ: 92.90 ટકા
માંડવી: 96.67 ટકા
અંજાર: 93.73 ટકા
ભચાઉ: 94.10 ટકા
આદિપુર: 93.82 ટકા
રાપર: 93.15 ટકા
નખત્રાણા: 93.95 ટકા
નલિયા: 95.65 ટકા
પાનધ્રો: 94.24 ટકા
મુન્દ્રા: 95.89 ટકા
ખાવડા: 51.11 ટકા
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થિની જાનકી સોનીએ જણાવ્યું હતું કે, હું સોપાન 1થી 12માં ધોરણ સુધી માતૃછાયા કન્યા શાળામાં અભ્યાસ કર્યું છે.આજે પરિણામ આવ્યું છે જેમાં મને 92 ટકા આવ્યા છે.ધાર્યું પરિણામ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી છે અને કલાકોના કલાકો અભયસ કર્યો છે.શાળામાં ગામે તે સમયે શિક્ષકોનો માર્ગદર્શન મળતો આવ્યો હતો.શિક્ષકોના સાથ સહકારથી મહેનતનો ઉત્સાહ ખૂબ વધી ગયો હતો.હાલમાં GPSC ની પરીક્ષાની તૈયારી શરૂ કરી છે.
અન્ય સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર હેન્સી મોતાએ જણાવ્યું હતું કે, પહેલેથી જ પ્રેક્ટીકલ વિશે જેવા કે એકાઉન્ટ આંકડાશાસ્ત્ર માં ફાવટ હતી.આજે 94.43 ટકા આવ્યા છે.જેને પરિણામે એકાઉન્ટમાં 96 થી વધારે માર્ક્સ અને આંકડાશાસ્ત્રમાં પણ 99 જેટલા માર્કસ આવ્યા છે ત્યારે આગળ જતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે જેના માટે અત્યારથી જ કોર્સ શરૂ કરી દીધું છે અને આજે પરિણામ આવતા ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહી છું.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર અરોરા જીયાએ જણાવ્યું હતું કે,A1 ગ્રેડ આવતા ખૂબ જ આનંદ છે તો શાળાના વિજ્ઞાન શાખાના તમામ શિક્ષકો અને શાળાના ટ્રસ્ટીઓનો પણ ખૂબ જ સાથ અને માર્ગદર્શન મળતું આવ્યું છે.ગુજકેટમાં પણ સારું પરિણામ આવ્યું છે અને નીટની પરીક્ષામાં પણ સારું પરિણામ આવશે તેવો વિશ્વાસ છે. આગળ એમબીબીએસનો કોર્સ કરી અને ગાયનેકોલોજિસ્ટ બનવું છે.
ભુજ માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ સુહાસ બેન તન્નાએ જણાવ્યું હતું કે, આજે ખૂબ સારું રિઝલ્ટ રાજ્ય ઘરનું આવ્યું છે અને જેને કચ્છનું પણ સારું રિઝલ્ટ આવ્યું છે. શાળાનું પણ જે ધાર્યું હતું તેના કરતા પણ સારું પરિણામ આવ્યું છે. શાળાના સામાન્ય પ્રવાહને વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોનો આ પરિણામમાં પણ ખૂબ જ સારો ફાળો રહ્યો છે.સાયન્સમાં A1 કેટેગરીમાં 2 વિધાર્થિનીઓ માત્ર થયા શાળાની છે તો સામાન્ય પ્રવાહમાં A1 કેટેગરીમાં 17 અને A2 માં 70 જેટલી વિદ્યાર્થીનીઓ માતૃછાયા વિદ્યાલયની છે જે શાળા માટે ગૌરવની બાબત છે.