ભીમાસરમાં ગાયની સ્મશાનયાત્રા કાઢવામાં આવી, 17 વર્ષથી પાળેલી ગૌમાતાની ભાવભરી વિદાય - Cow Lover - COW LOVER
🎬 Watch Now: Feature Video
Published : Apr 12, 2024, 3:39 PM IST
કચ્છ : કચ્છના વાગડ વિસ્તારના ભીમાસરમાં ગાયનું મૃત્યુ થતા ગૌપ્રેમી દ્વારા ગાયની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગૌપ્રેમીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.ભીમાસરના વીરાજી રાજપૂત પાસે છેલ્લા 17 વર્ષથી આ ગંગા નામની ગાય હતી અને તેના પ્રત્યે પરિવારના દરેક લોકોને અનેરો પ્રેમ હતો. છેલ્લાં 17 વર્ષથી વીરાજી રાજપુત પાસે આ ગાય હતી. તેમના પત્ની કાશીબાએ આ ગાયનું નામ ગંગા રાખ્યું હતું અને તેને પોતાની દીકરીની જેમ ઉછેર કરતા હતા. છેલ્લા 10 વર્ષથી આ ગાય કયારેય પણ ઘર બહાર નથી ગઈ. સ્થાનિક મહાદેવ આહિરના જણાવ્યા મુજબ ગંગા નામ લેતા જ ઘર, વાડામાં ક્યાંય પણ હોય ગંગા તરત જ આવી જતી હતી. ગંગા દરરોજ વહેલી સવારે સૂર્ય સામે એક કલાક ઊભી રહેતી હતી અને ત્યાર બાદ એક બિલિપત્રના ઝાડની પ્રદક્ષિણા કરીને દરરોજ તેની નીચે જ બેસતી હતી.ગંગાનું મૃત્યુ થતાં તેના માલિક વીરાજી રાજપુત દ્વારા સ્મશાયાત્રા કાઢવામાં આવી હતી. આ સ્મશાનયાત્રામાં ગૌપ્રેમી અને ગ્રામજનો જોડાયા હતાx. તો ત્યાર બાદ સ્થાનિક રામદેવપીર મંદિરની પાછળ આવેલ ગૌ માતાજીની સમાધિ પાસે જ ગાયને સમાધિ આપવામાં આવી હતી. તો રાત્રે ભજન કીર્તન, હનુમાન ચાલીસા, સ્વાધ્યાયના પાઠ, વિષ્ણુશાસ્ત્ર પાઠ પણ કરવામાં આવ્યા હતાં. ગંગાની સ્મશાનયાત્રાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ગૌપ્રેમીનો ગૌમાતા પ્રત્યેનો અનેરો પ્રેમ જોવા મળ્યો હતો.