જગાણા ગામની સીમમાં પૈસાની લેતીદેતિમાં હત્યા - palanpur news - PALANPUR NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 27, 2024, 6:48 PM IST
પાલનપુર: તાલુકાના જગાણા ગામની સીમમાં સાત દિવસ પહેલા અજાણ્યા ઈસમની મળેલી લાશનો ભેદ તાલુકા પોલીસે ઉકેલીને એક હત્યારાને ઝડપી જેલ હવાલે કરી દીધો છે. તારીખ 20 જુલાઈના રોજ ભાગળ જગાણા ગામની સીમમાં એક અજાણા ઈસમની લાશ મળી આવી હતી. આ બાબતે પોલીસે મૃતદેહનો કબજો મેળવી સઘન તપાસ હાથ ધરી હતી. જોકે, સાત દિવસ બાદ ઈસમની 10 હજાર રૂપિયા અને મોબાઈલની લેતીદેતિની તકરારમાં હત્યા કરાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે.
મૃતક સાબરકાંઠાના ગણવા ગામના વાઘાભાઈ માનાભાઈ ડાભી અને જોગીવાડ ઉદેપુર રાજસ્થાનવાળા લાલુભાઈ ઉર્ફે લાલો બુબંડીયા વચ્ચે 10 હજાર રૂપિયાની લેતીદેતી અને મોબાઈલ ફોનની તકરાર થતા ઈંટના રોડા મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હત્યા કરનાર રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના જોગીવાડ ગામના લાલુભાઈ ઉર્ફે લાલો બુબંડીયાને ઝડપી તેને જેલ હવાલે કરી દીધો છે. મહત્વનું છે કે, સામાન્ય લેતીદેતીમાં હવે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તો હત્યા કરનાર જેલ હવાલે થયો છે. એટલે નજીવી બાબતે હત્યા કરાતા બંનેના પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે.