ખેડામાં બે કિશોર નદીના પ્રવાહમાં તણાયા : એકનો મૃતદેહ મળ્યો, એક હજુ પણ લાપતા - Kheda accident
🎬 Watch Now: Feature Video
Published : Sep 7, 2024, 8:14 AM IST
ખેડા : કપડવંજ તાલુકાના અલવા ગામે બે કિશોરો નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાને પગલે કપડવંજ ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ મામલતદાર અને ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને કિશોરોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ત્રણ કલાકની શોધખોળ બાદ એક કિશોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ અન્ય કિશોરની શોધખોળ કરવામાં આવી રહી છે. ગામના બે કિશોરો ગામમાંથી પસાર થઈ રહેલા નદીના વહેણ પરનો રસ્તો પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન બંને નદીના પાણીના વહેણમાં તણાયા હતા.
કપડવંજ સહિતના વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. જેને કારણે ઠેર ઠેર તળાવ તેમજ નદી નાળા છલકાયા છે. કેટલાક ગામોમાંથી પણ નદીનો પ્રવાહ વહી રહ્યો છે. જેને લઈ કેટલાક ગ્રામ્ય વિસ્તારનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.