ખેડામાં 45 વર્ષીય મહિલાની હત્યા કરાઈ, છીન્ન ભીન્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી - Kheda News - KHEDA NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 8, 2024, 6:40 PM IST
ખેડા: મહુધા તાલુકાના નાની ખડોલ ગામે મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગામની 45 વર્ષિય મહિલાને સીમ વિસ્તારમાં ગળે ટૂપો દઈ તેમજ ચહેરા પર ઈજા પહોંચાડી હત્યા નિપજાવવામાં આવી હતી. મહિલાને શોધવા નીકળેલા તેના પતિને ઝાડી ઝાંખરમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે મહુધા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. કપડવંજ ડીવાયએસપી સહિત ડોગ સ્ક્વોડ, એફએસએલ, એલસીબી તેમજ એસઓજીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સુમૈયા નજીરમિયા મલેક નામની 45 વર્ષિય મહિલા ગઈકાલે સાંજના સમયે ગામના સીમ વિસ્તારમાં કુદરતી હાજતે ગયા હતા. જે અડધો કલાક બાદ પણ પરત ન આવતા તેમના પતિ નજીરમિયા તેમને શોધવા માટે સીમ વિસ્તારમાં ગયા હતા. જ્યાં તપાસ કરતા ઝાડી ઝાંખરામાં લોહી લુહાણ હાલતમાં તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો.