જામનગર મનપાએ રેસ્ટોરન્ટ કર્યું સીલ અને રાત્રે માલિકે ખોલી નાખ્યું, નોંધાઈ પોલીસ ફરિયાદ - jamnagar municipal corporation - JAMNAGAR MUNICIPAL CORPORATION
🎬 Watch Now: Feature Video
Published : May 31, 2024, 5:27 PM IST
જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે લાયસન્સ વિના ચાલતી હોટલ રેસ્ટોરન્ટને સીલીંગની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે પૈકી જામનગર નજીક હાઇવે રોડ પર આવેલી ધ સુપર ફેમીલી રેસ્ટોરન્ટને ફાયર અને એન.ઓ.સી. સહિતની લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરી ન હોવાથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તેના કિચન અને મુખ્ય પ્રવેશદ્વાર પર સીલ લગાવી દેવામાં આવ્યા હતા.
પરંતુ ગઈકાલે હોટલ સંચાલકે પાછળના દરવાજેથી હોટલને ચાલુ કરી દીધી હતી. અને ગ્રાહકોને પ્રવેશ આપી ભોજન સહિતની સુવિધા પૂરી પાડી હતી. જે અંગેના ફોટો વિડીયો વાયરલ થયા હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાની ટુકડી ફરીથી દોડતી થઈ હતી. અને હોટલના પાછળના ભાગે સીલ લગાવી દીધા છે. જ્યારે એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત દ્વારા હોટલના સંચાલક જીતેન્દ્ર કગથરા સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવાયો છે.