જામનગરમાં ગેરકાયદે દરગાહ પર બુલડોઝર ફરી વળ્યું, ગુપ્ત રીતે થયું ઓપરેશન પૂર્ણ - Jamnagar Demolition - JAMNAGAR DEMOLITION
🎬 Watch Now: Feature Video
Published : Jun 20, 2024, 6:49 PM IST
જામનગર : રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા વહીવટી તંત્રએ કમર કસી છે. જામનગરમાં પણ ગેરકાયદેસર બાંધકામ ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે રણજીતસાગર ડેમના વિસ્તારમાં ધાર્મિક સ્થળનું દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. પંજુપીર નામની દરગાહને તોડી પાડી આ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કેટલાક સરકારી થાંભલા સહિતની મિલકત જોવા મળી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા આ બધી વસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી. આ કામગીરીથી કોઈ વધુ પ્રત્યાઘાતો ન પડે, તે માટે મહાનગરપાલિકા તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.