જુઓ સવારથી જગન્નાથ મંદિરે ભક્તોનો ઉત્સાહ, આજે ભગવાન જગન્નાથ માટે શું હોય છે વિશેષ ભોજન? - Jagannath Rath Yatra 2024 - JAGANNATH RATH YATRA 2024
🎬 Watch Now: Feature Video
Published : Jul 7, 2024, 5:31 PM IST
અમદાવાદ: ભગવાન જગન્નાથ મંદિરે આજે 147મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથન દર્શન પામવા ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો છે. વહેલી સવારે 4 વાગ્યાથી ભક્તો જગન્નાથ મંદિરે પહોંચી ગયા હતા. આ દિવસની રાહ જોઈ રહેલા ભાવિ ભક્તોએ વહેલી સવારથી જ ભજન, કીર્તન કરી ભગવાન જગન્નાથની રથયાત્રાને હર્ષોલ્લાસ સાથે આવકારો આપ્યો હતો. ETV Bharat પર જુઓ ભક્તોનો ઉત્સાહ અને ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવેલા ભાવિ ભક્તોને.
અવનવી વાનગીઓનો ભંડારો: વર્ષોથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાનો આ ઉત્સવ 4 દિવસ પહેલા જ શરૂ થઈ જાય છે. અને જેટલા ભક્તો ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવે છે એ સૌને ભાવપૂર્વક જમાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જેમાં શાક, પૂરી, દુધપાક, કઢી-ભાત, અને ભજીયા જેવી અવનવી વાનગીઓનો ભંડારો કરવામાં આવે છે.
ખલાસીઓ કોણ હોય છે?: દર વર્ષ ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ સિવાય અવનવા પારંપરિક આકર્ષણો પણ યોજવામાં આવે છે. આ ઉપરાંત આ ત્રણેય રાથોને ખેચવા વાળ ખલાસીઓનું પણ આગવું મહત્વ હોય છે. જો ચાલો જાણીએ તેમના આવજે આ રથયાત્રા અને ખલાસીઓનું મહત્વ.