NES દ્વારા શિક્ષકોની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ - Panchmahal News - PANCHMAHAL NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 18, 2024, 9:46 AM IST
પંચમહાલ : નાંદોદ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગોધરા શહેરની મુલાકાત લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. નેશનલ એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષકોની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ડેડીયાપાડાના ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો. એકલવ્ય મોડેલ સ્કૂલમાં હિન્દી ભાષી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. હિન્દી ભાષી શિક્ષકોને સ્થાનિક ભાષા આવડતી નથી, માટે સ્થાનિક બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. જેને લઇને સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવાની માંગ કરી હતી. ઘોઘંબા અને હાલોલ મનરેગા સહિત યોજના ભ્રષ્ટાચાર અને શિક્ષણ આરોગ્યને લગતી સમસ્યા બાબતે અનેક રજૂઆતો મળી છે. જેને લઈને આવનાર સમયમાં હાલોલ, કાલોલ નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારશે અને મજબૂતાઈથી લડશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા અને તાલુકા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સંગઠન લક્ષી માહિતી મેળવી જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંગઠનના તમામ પદાધિકારીઓ અને આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા.