અમદાવાદથી LIVE, ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન, - Home Minister Amit Shah
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અમદાવાદની પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કરવા જઈ રહ્યાં છે. સાંજે 5 કલાકે અમિત શાહ નવી પોલીસ કમિશર કચેરીને ખુલ્લી મુકનાર છે. 146 કરોડના ખર્ચે તૈયાર થયેલી કમિશનર કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં 12 હજાર લોકો હાજર રહેશે. જેમાં 700 જેટલા VVIP મહેમાન ઉપસ્થિત રહ્યા છે. પોલીસ કમિશનર કચેરીની વિશેષતા પર નજર કરીએ તો, રૂપિયા 146 કરોડના ખર્ચે નિર્માણ થયેલી કચેરીનું આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ટ અને એન્જીનિયર દ્વારા ડિઝાઇનિંગ કરવામાં આવી છે. નવી કચેરી સંપૂર્ણ ફાયર અને વોટર પ્રૂફ છે. કચેરીમાં અધિકારી, સ્ટાફ, જનતા માટે અલગ અલગ એન્ટ્રી પોઇન્ટ છે. તો પ્રવેશ નિકાસ દ્વાર આધુનિક સિક્યુરિટી સિસ્ટમથી સજ્જ છે. 7 માળની અત્યાધુનિક બિલ્ડીંગ સંપૂર્ણપણે તાનુકુલીન છે. જેના 7માં માળ પર શહેર પોલીસ કમિશનર બેસશે. આ ઉપરાંત કંટ્રોલ રૂમમાં 150 નો સ્ટાફ બેસી શકે તેવી સુવિધા છે. આ જેટલી હાઇટેક નવી પોલીસ કમિશનર કચેરી છે, તેટલો જ હાઇટેક તેનો કંટ્રોલ રૂમ પણ છે. કન્ટ્રોલ રૂમમાં એક સાથે દોઢસો જેટલો સ્ટાફ બેસી શકે તેવી વ્યવસ્થા છે. નિર્ભયા પ્રોજેકટનું સંચાલન પણ અહીથી જ કરાશે. 150 લોકો બેસી શકે એક એવા કુલ 5 કોન્ફરન્સ હોલ છે. તો સાથે જ 200થી 250 લોકો બેસી શકે તેવો ઓડિટોરિયમ હોલનું પણ નિર્માણ કરાયું છે.
Last Updated : Oct 3, 2024, 7:19 PM IST