સુરતમાં યુટ્યુબર પર ત્રણ સગીર સહિત 4 જણાએ ચપ્પુના ઉપરા છાપરા 34 ઘા મારી હત્યા કરી - Surat Crime - SURAT CRIME
🎬 Watch Now: Feature Video
Published : Jul 31, 2024, 2:09 PM IST
|Updated : Jul 31, 2024, 2:23 PM IST
સુરત: આંજણા એચટીસી માર્કેટ પાસે યુટ્યુબર પર ત્રણ સગીર સહિત 4 જણાએ ચપ્પુના ઉપરા છાપરી 34 ઘા મારી હત્યા કરી હતી. જેમાં સલાબતપુરા પોલીસે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ(અનવર નગર,આંજણા) તથા 3 સગીરની ધરપકડ કરી છે. આંજણા અનવર નગરમાં રહેતા ઝુબેર જહાંગીરખાન પઠાણ સ્થાનિક યુટ્યુબ ચેનલમાં કામ કરતો હતો. રવિવારે રાત્રે તે આંજણા એચટીસી માર્કેટ પાસે સીતારામ ટી સેન્ટર પાસે મિત્ર તોસીફ સાથે બેઠો હતો. ત્યારે ચાર લબરમુછીયાઓ આવી ઝુબેર પર ચપ્પુના 34 ઘા મારીને નાસી ગયા હતા. ઝુબેરને હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે રેહાન અને આરોપીઓ મૃતકના ઘર નીચે બેસી પસાર થનારની મશ્કરી કરતા હતા. આ અંગે ઝુબેરે અનેક વખત તેમને ઠપકો આપ્યો હતો. થોડા દિવસ પૂર્વે અરજી કરી હતી. જેની અદાવત રાખીને હત્યા કરાઈ હતી.