રાજકોટ અગ્નિકાંડમાં કોંગ્રેસ MLA જિજ્ઞેશ મેવાણીએ પત્રિકા વિતરણ કરી રાજકોટ બંધ કરવા કરી અપીલ - MLA mevani appeale shutdown Rajkot - MLA MEVANI APPEALE SHUTDOWN RAJKOT
🎬 Watch Now: Feature Video
Published : Jun 21, 2024, 7:57 PM IST
રાજકોટ: રાજકોટના TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ અનેક મોટા માથાના નામ બહાર આવશે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પીડિતોને ન્યાયની માંગ સાથે સીટમાં નોન કરપ્ટેડ અધિકારીઓની નિમણૂક કરી પીડિતોને એક કરોડની સહાય સહિતની અલગ-અલગ માંગણી સાથે આગામી 25 જૂનના રોજ રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન આપ્યું છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગી નેતાઓ અલગ-અલગ વિસ્તારમાં ફરી વેપારીઓ અને લોકોને બંધમાં સ્વયંભૂ જોડાવવા હાથ જોડી અપીલ સાથે વિનંતી કરી રહ્યા છે.
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન પૂર્વ TPO મનસુખ સાગઠિયા સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે રાજકોટના એક મોટા નેતા સાગઠિયાનો સંપર્ક કરીને તેને ફોડવાની કોશિશ કરી હતી. તો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ શહેરમાં પત્રિકા વિતરણ કરી પીડિતોને ન્યાય અપાવવા એક કરોડની સહાય સહિતની અલગ-અલગ માંગણી સાથે આગામી 25 જૂનના રોજ રાજકોટ બંધમાં જોડાવવા હાથ જોડી રાજકોટ વાસીઓને અપીલ કરી રહ્યાં છે.
આ મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષની જીંદગી હોમાઈ ગઈ. ગુજરાતના ભ્રષ્ટાચારી શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ચલાવવા દેવાયેલ TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગમાં જીવતા ભુંજાઈ ગઈ છે.