રાજકોટમાં ધોધમાર વરસાદને કારણે પોપટપરા નાલામાં પાણી ભરાયા, લોકોએ યોગ્ય નિકાલની કરી માંગ... - Heavy rain in Rajkot - HEAVY RAIN IN RAJKOT
🎬 Watch Now: Feature Video
Published : Jul 1, 2024, 4:46 PM IST
રાજકોટ: શહેરમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહયો હતો, જેથી કેટલાક નીચાંણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે. જેમાં પોપટપરા નાલામાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો છે. મળતી વિગત મુજબ રાજકોટમાં આજ સવારથી વરસાદ મન મુકીને વરસી રહ્યો છે જેમાં કેટલાય નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવની સમસ્યા પણ જોવા મળી હતી જેમાં રાજકોટના પોપટપરા નાલામાં છેલ્લા કેટલાય સમયથી થોડા વરસાદમાં પાણી ભરાઈ જાય છે. જેથી તે વિસ્તારમાં લોકોની અવરજવર બંધ થઈ કરાવવામાં આવી છે. લોકોએ વારંવાર રજુઆત કરવા છતાં યોગ્ય ઉકેલ આવતા નથી. સ્થાનિક આગેવને જણાવ્યું હતું કે, સમસ્યાના નિકાલ માટે ઉચ્ચ કક્ષાએ કામગીરી ચાલી રહી છે તો વહેલી તકે ઉકલે આવે તેવી માંગ કરી રહ્યા છે.