ઉપલેટાના મેઘવદર ગામે ગાય નદીમાં પડી ગયાનો મામલો, ગ્રામજનોએ ગાયનો કર્યો બચાવ - The villagers saved the cow - THE VILLAGERS SAVED THE COW
🎬 Watch Now: Feature Video
Published : Aug 4, 2024, 10:09 PM IST
રાજકોટ: ભારત દેશમાં ગાયને માતા ગણવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિમાં તેને માતાનો દરજ્જો મળેલ છે. ત્યારે રસ્તે રઝળતી ગાયો કેટલીક વાર નદી નાળામાં પડી જતી હોય છે ત્યારે ઉપલેટા તાલુકાના મેઘવદર ગામે નદીનાં ગાય પડી ગયાની ઘટના સામે આવી હતી. ત્યારે સ્થાનિકો તેમજ યુવાનો દ્વારા ગાયને બહાર કાઢીને નિરાધાર ગાયનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. પાણીમાં ગાય પડી ગયાની જાણ ગામના સરપંચ મનસુખ કથીરિયાને કરવામાં આવી હતી. સરપંચને જાણ કર્યા બાદ ઉપસરપંચ દ્વારા યુવાનો તેમજ આગેવાનો અને ગૌપ્રેમીઓ દ્વારા નદીમાં પડેલ ગાયનું દિલધડક રેસ્ક્યું કરવામાં આવ્યું છે. નિરાધાર ગાય નદીમાં પડી ગયા બાદ ગામના યુવાનોએ ગાયને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવી હતી અને ગાયનો બચાવ કર્યો હતો.