ભુજમાં નજીવા વરસાદને લીધે ખાડા અને ભુવા પડતા તંત્ર થયું દોડતું - rain in bhuj - RAIN IN BHUJ
🎬 Watch Now: Feature Video
Published : Jul 2, 2024, 1:56 PM IST
ભુજ: શહેરમાં પડેલા નજીવા વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેના પરિણામે ઘણા ખરા રસ્તા ઉપર ખાડા પડ્યા છે, તો અમુક વિસ્તારોમાં ભૂવા પડવાની પણ ઘટના સામે આવી છે. ભુજના હદય સમાં હમીરસર તળાવના કિનારે આવેલ ગાંધીજીની પ્રતિમા આગળના મુખ્ય રોડ પર પડેલા ભુવાને કારણે પાલિકાનું તંત્ર દોડતું થયું છે. ભુજમાં વરસેલા વરસાદે ભુજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અનેક સમસ્યાઓ ઊભી કરી છે. ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક જમીન નીચેથી પાણી કે ડ્રેનેજ માટે પાઈપલાઈન નાખવા માટે ખાડા ખોદયા બાદ યોગ્ય માટીની ભરતી ના કરીને ચોમાસા દરમિયાન પાણી ભરાતા ભુવો પડે છે. ભુજમાં અગાઉ પણ અનેક વાર ભુવા પડયા છે. ત્યારે ગટરના પાણી ભરાવા, વરસાદના પાણી ભરાવાની તકલીફ તો દર વર્ષે ચોમાસામાં થતી હોય છે.