હૈદરાબાદ: બોલીવુડના ચહિતા સિંગર અરિજીત સિંહના ચાહકો થઈ જાઓ તૈયાર, કારણકે તમારો પ્રિય સિંગર હવે ગુજરાત અમદાવાદ આવી રહ્યો છે. આવતીકાલે અમદાવાદમાં ચાહકોના પ્રિય સિંગર અરિજીત સિંહના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેવી રીતે માણી શકો છો તમે તમારા ફેવરીટ સિંગરનું કોન્સર્ટ જાણો અહીં સમગ્ર વિગત.
પ્લેબેક સિંગર અરિજીત સિંહ, આગામી 12 જાન્યુઆરી, 2025 ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે તેના અદભૂત આવાજથી તેના ચાહકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અરિજીત સિંહ એ 30 નવેમ્બર, 2024ના રોજ બેંગલોરમાં તેનું કોન્સર્ટ કર્યું હતું. ત્યારબાદ 7 ડિસેમ્બર 2024ના રોજ હૈદરાબાદમાં તેના કોન્સર્ટનું આયોજન થયું હતું. જ્યાં તેણે તેના ફેમસ ગીત ગાઈને તેના ચાહકોને ખુશ કરી દીધા હતા.
અરિજીત સિંહના કોન્સર્ટની ટિકિટ:
અરિજીત સિંહના કોન્સર્ટની ટિકિટની કિંમત 1700 રૂપિયાથી શરૂ થાય છે. કોન્સર્ટની ટિકિટ તમે insider.in પરથી મેળવી શકો છો. આ કોન્સર્ટ 12 જાન્યુઆરીએ સાંજે 7 વાગે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાશે.
ગાંધીનગર ખાતે કોન્સર્ટ પૂર્ણ થાય બાદ અરિજીત સિંહ 25 જાન્યુઆરીએ જયપુરમાં કોન્સર્ટ કરશે. ત્યારબાદ 2 ફેબ્રુઆરી ગુરુગ્રામમાં, 16 ફેબ્રુઆરી ચંડીગઢમાં, 23 માર્ચ મુંબઈમાં, 2 માર્ચ કટકમાં અને 5 એપ્રિલ ઇન્દોરમાં પરફોર્મ કરશે. આ ઉપરાંત બૉલીવુડ સિંગર 9 મે ના રોજ અબુ ધાબીમાં ઇન્ટરનેશનલ કોન્સર્ટ કરશે.
મોટેરા સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેનું કોન્સર્ટ: આ સિવાય ગુજરાતમાં અન્ય પણ મ્યુઝિક કોન્સર્ટ થવાના છે. જેમાં અમેરિકન મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે (Coldplay)નું કોન્સર્ટ પણ થવા જઈ રહ્યું છે. ચાહકોની ડિમાન્ડ પર 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેનું કોન્સર્ટ થશે.
આ પણ વાંચો: