જૂનાગઢ: વાડલા ફાટક નજીકના વિસ્તારમાં રહેતા ગઢવી પરિવાર અનોખી રીતે ગાયોની સેવા કરી રહ્યો છે. શિયાળાની ઠંડી અને રાત્રીના સમયે હિંસક પ્રાણીઓના હુમલાની શક્યતા વચ્ચે આ પરિવાર પોતાના ઘરમાં ગાયોને આશરો આપી રહ્યા છે.
ગઢવી પરિવાર ઘરની આસપાસ જોવા મળતી રામધણ ગાયોને તેમના ઘરના ડ્રોઈંગ રૂમમાં આશરો આપીને અનોખી રીતે ગાયોની સેવા કરી રહ્યા છે. આ પ્રકારે રાત્રિના સમયે ગાયને ઘરમાં આશરો આપવાની આ પ્રકારની ઘટના ગૌસેવાનું અનોખું ઉદાહરણ છે.
જૂનાગઢનો ગઢવી પરિવાર કરે છે અનોખી ગાય સેવા: જૂનાગઢનો ગઢવી પરિવાર ગાય સેવાને લઈને એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આપણે એવા અનેક કિસ્સા જોયા અને સાંભળ્યા હશે જ્યાં અનેક લોકો ગાયોની સેવા કરતા હોય છે, પરંતુ વાડલા ફાટક વિસ્તારમાં રહેતો ગઢવી પરિવાર ગાયોની સૌથી અનોખી રીતે સેવા કરી રહ્યો છે.
![ગઢવી પરિવાર અનોખી ગાય સેવા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-01-2025/gj-jnd-01-cow-vis-01-byte-02-pkg-7200745_11012025083908_1101f_1736564948_662.jpg)
ગઢવી પરિવાર રામધણની ગાયો શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર ન બેસી રહે તેમજ આ વિસ્તારમાં ક્યારેક આવી ચડતા સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ ગાયોનો શિકાર ન કરી જાય તે માટે તેના ઘરની આસપાસ જોવા મળતી ગાયોને રાત્રિના સમયે ઘરના ડ્રોઈંગ રૂમમાં આશરો આપે છે. પરિવારના તમામ સભ્યો પણ ગાય સેવાને લઈને ખૂબ જ પ્રતિબદ્ધ જોવા મળે છે. ઉપરાંત મહેમાન માટે કરાતી હોય બિલકુલ તેજ પ્રકારે રાત્રિના સમયે ગાય માટે ડ્રોઈંગ રૂમમાં વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
![ગઢવી પરિવાર અનોખી ગાય સેવા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-01-2025/gj-jnd-01-cow-vis-01-byte-02-pkg-7200745_11012025083908_1101f_1736564948_990.jpg)
ગાયોનું રખાય છે વિશેષ ધ્યાન: એમપી નગર વિસ્તારમાં રામધણની ગાયનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ગઢવી પરિવાર તેના ઘરમાં આવેલા પ્રત્યેક ગાયને બેસવા અને ઓઢવા માટે શિયાળાના દિવસો દરમિયાન ધાબળાની વ્યવસ્થા કરે છે. રાત્રિ દરમિયાન ડ્રોઈંગ રૂમમાં ગાય પોદળો અને પેશાબ પણ કરતી હોય છે જેને ગઢવી પરિવાર ખૂબ જ સુકનવંતું માને છે અને તેને સાફ કરવા માટે ઘરનો કોઈ પણ માણસ કાયમ તૈયાર હોય છે.
![ઘરના ડ્રોઈંગ રૂમમાં આશરો આપીને ગાયોનું રક્ષણ કરે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-01-2025/gj-jnd-01-cow-vis-01-byte-02-pkg-7200745_11012025083908_1101f_1736564948_458.jpg)
ઘરનું રસોડું, ડ્રોઈંગ રૂમ આ તમામ જગ્યા પર ગાય ફરતી જોવા મળે છે. આસપાસના યુવાનો પણ ઘરમાં આવેલી ગાયની સેવા કરવા માટે પણ ખૂબ જ તત્પર હોય છે. થોડા જ દિવસો પૂર્વે એક ગાયને સિંહે હુમલો કરીને નુકસાન કર્યું હતું તે ગાયની સેવા પણ આસપાસના યુવાનો અહીં ઘરમાં આવીને કરી રહ્યા છે.
![ગઢવી પરિવાર અનોખી ગાય સેવા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-01-2025/gj-jnd-01-cow-vis-01-byte-02-pkg-7200745_11012025083908_1101f_1736564948_529.jpg)
આ પણ વાંચો: