બારડોલીમા મીંઢોળા નદીના પાણી 50 ઘરોમાં ઘૂસી જતાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી - Surat people evacuation - SURAT PEOPLE EVACUATION
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2024, 9:24 PM IST
સુરતઃ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે છુંટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી જામેલા વરસાદી માહોલને લઇને જન જીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે શુક્રવારે તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા બારડોલીમાં પસાર થતી મીંઢોળા નદી ગાંડીતૂર બની હતી. મીંઢોળા નદીના હાઈ બેરલ બ્રીજની લગોલગ પાણી વહેતા થઈ ગયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ભરાઈ ગયા હતા. બારડોલીના વોર્ડ નંબર 9ના તલાવડી વિસ્તારમાં નદીના પાણી ઘુસી જતા 50 જેટલા ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. જેને લઇને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા અને તુરત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં ઘર વખરીને મોટું નુકસાન થયું હતું. જ્યાં સુધી નદીના પાણી ન ઓસરે ત્યાં સુધી રહેવા ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.