ફાયર ચીફ ઓફિસર 45 દિવસમાં અયોગ્ય રીતે ફાયર NOC આપી હશે તો તે રદ કરીશું - ચેરમેન જયમીન ઠાકર - Rajkot Fire Case - RAJKOT FIRE CASE
🎬 Watch Now: Feature Video
Published : Aug 15, 2024, 8:47 AM IST
રાજકોટ: એન્ટી કરપ્શન બ્યૂરોના હાથે ઝડપાયેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને સસ્પેન્ડ કરવા મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક્શન લેવાતા હોવાનું કહેવાની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ પ્રકરણમાં એક પણ પદાધિકારી સંડોવાયેલો ન હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તેમના સમયમાં અપાયેલા 139 ફાયર એનઓસી બાબતે તપાસ કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આમાં એક પણ ઉપરી અધિકારીની સંડોવણી નથી. કારણ કે ચીફ ઓફિસરની પોસ્ટ જ એવી છે કે, તેમને જ સાઈનિંગ ઓથોરિટીથી ફાયર NOC મંજૂર થાય છે. 45 દિવસમાં 139 ફાયર એનઓસી આપવામાં આવ્યા છે જેમાં કોઈપણ જગ્યાએ નિયમોમાં બાંધછોડ કરી હશે તો તે ફાયર એનઓસી કેન્સલ થશે. તેમણે કહ્યું કે, આમાં પદાધિકારીઓનો કોઈ જ રોલ નથી અને કાયમી ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવા માટે મંજૂરી માગી છે.