આજે ભારે થી અતિભારે વરસાદ તો ક્યાંક અત્યંત ભારે વરસાદની આગાહી - heavy rain forecast
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: આજે વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં રેડ અલર્ટ, જ્યારે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ અલર્ટ અમદાવાદ સહીત બાકીના જિલ્લાઓમાં આજે યેલો અલર્ટ. આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ, જયારે બાકીના જિલ્લાઓમાં યેલો અલર્ટની આગાહી શિયર ઝોન, ઓફશૉર ટ્રફ અને, વેસટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય. ગુજરાતની ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરુ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા.