તાપી જિલ્લામાં ફરી મેઘરાજાની પધરામણી, ઉકાઈ ડેમમાં નવા નીરની આવક વધી - rain in tapi - RAIN IN TAPI
🎬 Watch Now: Feature Video
Published : Jun 30, 2024, 12:38 PM IST
તાપી: વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જિલ્લાના વાલોડ, ડોલવણ, વ્યારા, સોગંધ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. વરસાદ અવિરત રહેતા ધરતી પુત્રોમાં ખુશી લહેર જોવા મળી રહી છે. ખેડૂતો ગત સપ્તાહથી વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા હતા. તે મુજબ વરસાદ આજે વરસતા ખેડૂતો ખેતી કાર્યમાં જોતરાયા છે, ત્યારે બીજી તરફ તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમમાં નવા નીરની આવક સતત નોંધાઇ રહી છે. ડેમના કેચમેંત એરિયામાં વરસાદ સક્રિય થતાં અને ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના હાથનુંર ડેમના 6 દરવાજા 0.50 મીટર ખોલી 5933 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા જે પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે. જેના કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ડેમના સત્તાધીશોના જણાવ્યા અનુસાર ડેમમાં કુલ 6293 ક્યુસેક જેટલું પાણીની આજ રોજ આવક નોંધાય છે, ત્યારે ઉકાઈ ડેમના કેનાલ મારફતે 800 ક્યુસેક જેટલું પાણી ઠલવાઇ રહ્યું છે.