Gujarat Weather : હવામાનવિભાગની આગાહી આવી સામે, આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે સાંભળો - ગુજરાતમાં હવામાન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-01-2024/640-480-20633984-thumbnail-16x9-7.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jan 31, 2024, 7:45 PM IST
અમદાવાદ : ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેને લઇને અમદાવાદ સ્થિત હવામાન વિભાગની આગાહી સામે આવી છે. શિયાળો આમ તો ઊતર્યો નથી પણ રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ઘણાં સ્થળોએ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને દિવસ ચડતાં ગરમીનો અનુભવ થલા લાગ્યો છે. ત્યારે બુધવારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ દિવસોમાં વરસાદની કોઇ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી નથી. હવામાન અધિકારીના જણાવ્યાં પ્રમાણે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. રાજ્યનું વાતાવરણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફુંકાઇ રહ્યાં છે. ત્યારે આ મહિનામાં બેવડી ઋતુનો અહેસાસ પણ થતો રહેશે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 15.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.6, રાજકોટ 16.8 અને સુરતમાં 18.8 અને નલીયામાં 15.8 લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.છેલ્લા ચોવીસ કલાકમાં ગાંધીનગર સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું.