માંગરોળ તાલુકાની જીવાદોરી ગણાતી કીમ નદી બે કાંઠે, ખેડૂતો અને માછીમારો ખુશખુશાલ - Kim river is overflow - KIM RIVER IS OVERFLOW
🎬 Watch Now: Feature Video
Published : Jul 2, 2024, 2:03 PM IST
સુરત: જિલ્લામાં ત્રણ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. માંગરોળ તાલુકાની કીમ નદી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા અને માછીમારો માછીમારી કરવા કીમ નદી ખાતે પહોચ્યા હતા. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લા છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વરસી રહેલા વરસાદને પગલે જળાશયો ફરી જીવંત થયા છે. માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ ખાતે પસાર થતી કીમ નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે. જેને લઇને કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જો વધુ વરસાદ વરસે તો હાઈ બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થશે તેવી શક્યતાઓ છે. જો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થશે તો એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તુટી જશે. નવા નીરને લઇને હાલ કીમ નદી ખાતે માછીમારો માછીમારી કરવા પહોંચી ગયા છે. ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.