ઇન્ડિયા ગઠબંધનના પગલે ભારત વર્ષમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર બનશે: તુષાર ચૌધરી - lok sabha election result 2024

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 10:44 AM IST

thumbnail
તુષારભાઈ ચૌધરીએ આજે હિંમતનગર ખાતે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો (ETV Bharat Gujarat)

સાબરકાંઠા: આજે સમગ્ર ભારત ભરમાં લોકસભાની ચૂંટણી બાદ પરિણામો માટેની મત ગણતરી શરુ થઈ ગઈ છે. તેમજ આજે સમગ્ર લોકસભાના ઉમેદવારોના ભાવી નક્કી થવાના છે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તુષારભાઈ ચૌધરીએ હિંમતનગર ખાતે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસ એક મત થઈને ચૂંટણી લડી છે. તેમજ ઇન્ડિયા ગઠબંધનના પગલે ભારત વર્ષમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર બનશે. સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં પણ આ વખતે 1 લાખ જેટલા જંગી મતોની લીડથી કોંગ્રેસ પોતાની જીત નોંધાવશે. તેમજ સાબરકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના બાકી રહેલા કામોને પ્રાધાન્યતા આપવાની સાથો સાથ વિકાસલક્ષી કાર્યોને વેગ આપવાની રજૂઆત કરી છે. જોકે સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના મતદારો સાબરકાંઠાનો સરતાજ કોને બનાવે છે. એ તો આગામી સમય બતાવશે પરંતુ આજે કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ ચૌધરીએ પોતાના જીતનો પ્રચંડ આશાવાદ વ્યક્ત કર્યો છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.