મુશ્કેલ વિષય માટે અગાઉથી ચર્ચા કરી હતી, જ્યાં પરિણામ ઓછું છે ત્યાં તપાસ કરીશું, શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરીયાનો પ્રતિભાવ - GSEB Result 2024 - GSEB RESULT 2024
🎬 Watch Now: Feature Video
Published : May 9, 2024, 2:10 PM IST
સુરત : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ પછી રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે. બાલ મંદિરથી લઈ કોલેજ સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એ ખૂબ જ જરૂરી છે. જો આ નહીં થાય તો ડ્રોપ રેસિયો વધશે. આ માટે ગુજરાત સરકાર ટ્રેકિંગ કરે છે. વિદ્યાર્થીઓ 11માં ધોરણમાં ફરજિયાત જાય આ માટે અમે કાર્યરત છીએ. 1600 શાળાનું પરિણામ 100 ટકા છે. ઘણીવાર આવું થાય છે કે એક પેપર ખૂબ જ કઠિન હોય છે તેના કારણે પરિણામ ઓછું આવે છે. અથવા તો તેની અંદર વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે. આ માટે અમારા સચિવ લેવલથી લઈ અને આ માટે કાર્ય કર્યું અને પ્રશ્નપત્ર વધુ મુશ્કેલ ના હોય તે માટે અમે ચર્ચા કરી હતી. કારણ કે વિદ્યાર્થીઓ મહેનત કરે છે. જે સેન્ટરમાં પરિણામ ઓછું આવ્યું છે તે અંગે અમે ચોક્કસથી તપાસ કરીશું. એનો અર્થ એ નથી કે શિક્ષકો અને અધિકારીઓએ કાર્ય નથી કર્યું. ચોક્કસથી અમે સંદર્ભે તપાસ કરીશું અને ત્યાં પરિણામ સારું આવ્યું છે તે અંગે પણ અમે જાણકારી મેળવીશું.