thumbnail

ગાંડી ગીરનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, જુઓ ખળખળ વહેતા જમજીર ધોધનો ડ્રોન નજારો - Jamjir Falls

By ETV Bharat Gujarati Team

Published : Jul 30, 2024, 3:29 PM IST

ગીર સોમનાથ : ચોમાસા દરમિયાન ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય લીલા લહેર કરતું જોવા મળે છે. ત્યારે જામવાળા નજીક સ્થિત જમજીરનો ધોધ ખળખળ વહેતો થયો છે, જેના આહલાદક દ્રશ્યો કુદરતની પ્રેમાળ અને વાત્સલ્યની અનુભૂતિ કરાવે છે. આ અદ્ભુત નજારો માણવા માટે અહીં સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ આવે છે. સાથે જ અહીં અકસ્માતની પણ ભારે શક્યતા છે. જેના કારણે ચોમાસાના સમય દરમિયાન અહીં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પરંતુ શ્રાવણ મહિનામાં પ્રવાસીઓ માટે જમજીરનો ધોધ ખુલ્લો મુકવામાં આવે છે, જે સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લો રહે છે. અહીં વર્ષ દરમિયાન કેટલીક અકસ્માતની ઘટના બને છે, જેમાં કેટલાક હતભાગી જીવોના મોત પણ થાય છે. જેથી અહીં આવતા પ્રવાસીઓ માટે વન વિભાગ દ્વારા ચોક્કસ સુરક્ષા માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.