ધોરાજીની સફૂરા નદીમાં ઘોડાપૂર, ભગવાન શંકરના શિવલિંગને કુદરતી જલાભિષેક થયો - Gujarat weather update
🎬 Watch Now: Feature Video
Published : Jul 1, 2024, 4:16 PM IST
રાજકોટ : ગુજરાતભરમાં મેઘરાજાની વિધિસર એન્ટ્રી થઈ ગઈ છે. તમામ જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, કેટલાક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક શરુ થઈ છે. તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે. ધોરાજી પંથકમાં પડેલા વરસાદને લઈને ધોરાજીમાં આવેલી સફૂરા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેમાં આ ઘોડાપૂરના કારણે સફુરા નદી નજીક આવેલા પંચનાથ મહાદેવ મંદિરના પરિસરમાં પાણી ઘૂસ્યા હતા. આ વરસાદી પાણીના પગલે મંદિરમાં આવેલ ભગવાન શંકરની શિવલિંગને વરસાદી પાણીનો કુદરતી જલાભિષેક થયો હતો. રાજકોટ જિલ્લા અને ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદના કારણે આવેલા પૂરને કારણે સફૂરા નદીમાં વચ્ચેથી પસાર થતા કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.