Surat Police Transfer: સુરત જિલ્લામાં વધુ ચાર પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી
🎬 Watch Now: Feature Video
Published : Mar 14, 2024, 10:56 AM IST
સુરત: લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘમઘમાટ શરૂ થયો છે. પહેલા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ વિભાગમાં પણ મોટાપાયે બદલીઓ થઈ હતી. ત્યારે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જિલ્લા પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓ કરી હતી.
કોની બદલી ક્યાં કરવામાં આવી ?
લીવ રિઝર્વમાં રહેલ P I વી.એ દેસાઈને બારડોલી ટાઉન પોલીસ મથકનો ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે P.I વી. એલ ગાગીયાને પલસાણા પોલીસ મથકનો ચાર્જ, P.I કે સી પારગીને CPI સુરતનો ચાર્જ અને પલસાણા પોલીસ મથકના પીઆઈ એ.ડી. ચાવડાને કોસંબા પોલીસ મથકનો ચાર્જ આપવામાં આવ્યો હતો. કામરેજ પોલીસ મથક ખાતે છેલ્લા ઘણા દિવસોથી ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવતા ઓ.કે જાડેજાને કામરેજ પોલીસનો ચાર્જ આપવામાં આવ્યો હતો. PI જે.જી. મોડને બારડોલી CPIનો ચાર્જ તેમજ P I ડી. વી રાણાને કોસંબા પોલીસ સ્ટેશનનો તેમજ CPI સુરતના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.