રાજકોટમાં જુગારના કેસમાં પ્રથમ વખત ક્લ્બ સંચાલક સહિત 8 આરોપીઓ જેલહવાલે - Rajkot gambling case - RAJKOT GAMBLING CASE
🎬 Watch Now: Feature Video
Published : Jul 28, 2024, 6:24 PM IST
|Updated : Jul 28, 2024, 7:02 PM IST
રાજકોટ: જિલ્લામાં એલસીબી ઝોન-1ના સ્ટાફે જુગારના આરોપીને દરોડો પાડી 8 શખ્સોને ઝડપી લીધા હતા. આ 8 શખ્સોમાંથી 7 શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાથી ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાની કલમ પણ પોલીસે લગાડી હતી, જેના કારણે જુગારના કેસમાં પહેલી વાર આઠેય આરોપીઓને કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તમામ આરોપીઓને જેલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે. જુગારનો માલ કબજે કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા 8 આરોપીમાંથી સાત ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેને કારણે LCBના સ્ટાફે જુગારધારાની કલમ (12) સાથે નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2) પણ લગાડી હતી. જે કલમ વારંવાર ક્ષુલ્લક સંગઠિત ગુના કરે તેના વિરૂદ્ધ લગાડવામાં આવે છે. આ કલમને કારણે પોલીસ આરોપીઓને જામીન પર છોડી શકતી નથી. જેથી LCBના સ્ટાફે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2)માં 1 વર્ષથી લઈ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.