અમદાવાદ નરોડામાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત - ahmedabad crime - AHMEDABAD CRIME
🎬 Watch Now: Feature Video
Published : Apr 9, 2024, 7:50 PM IST
અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ફાયરિંગની ઘટનાઓના અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે ત્યારે આજે શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટના બની છે. શહેરના નરોડાના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ બે રાઉન્ડ ફાયરિંગથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.અમદાવાદ શહેરના હંસપુરામાં સ્મૃતિનાથ સોસાયટી નજીક ફાયરિંગની ઘટના બની છે. જેમાં બાઈકચાલક પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યુ છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને CCTV ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.અગાઉ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. ઘુમા પાસેના મેરી ગોલ્ડ સર્કલ નજીક કેટલા શખસોએ જાણીતા બિલ્ડર પર હુમલો કર્યો હતો. જો કે, બિલ્ડરે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.