વરસે વરસે મેહુલિયો વરસે! ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં છુટોછવાયો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો - surat rain update
🎬 Watch Now: Feature Video
Published : Jun 15, 2024, 8:22 PM IST
સુરત: ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયા બાદ થોડા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ અટકી ગયો છે. જોકે હવે આગામી ત્રણ-ચાર દિવસમાં રાજ્યમાં ચોમાસું જામવાની આગાહી વચ્ચે આજરોજ સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના કીમ,કઠોદરા,સાંધિયેર,મૂળદ, કુડસડ સહિતના ગામોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેમજ વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.
આ વર્ષ ખેડૂતો માટે સારું રહેશે: ઉલ્લખની છે કે, હાલ સુરત જિલ્લામાં પૂરજોશમાં વાવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે હાલ વરસેલો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે એ નક્કી છે. આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી ખેડૂતોને આશાઓ બંધાઈ છે. સુરત જિલ્લાના ખેડૂત આગેવાન કેતન ભાઈએ જણાવ્યું હતું કે, જે રીતે વરસાદનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે, જેને લઇને આ વર્ષ ખેડૂતો માટે સારું રહેશે તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે સારો વરસાદ વરસ્યો હતો જેને લઇને આખું વર્ષ સિંચાઇનું પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું હતું.અને ડાંગર સહિતની ખેતી કરતા ખેડૂતોને સારા પાકનો ઉતારો થયો હતો.